હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

પંચમહાલ જીલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩ ઓગસ્ટના રોજ ગોધરા ખાતે યોજાશે.

તા.૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે.

સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જીલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેના આયોજન સંદર્ભે જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેકટર અજય દહિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

પંચમહાલ જીલ્લામાં યોજાનાર કાર્યક્રમ સંદર્ભે જીલ્લા કલેકટર અજય દહિયાએ જણાવ્યું હતું કે, આગામી તા.૧૩ ઑગસ્ટ દરમ્યાન સમગ્ર જીલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જીલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકેથી ગોધરાના સરદારનગર ખંડથી શ‚ થઈને રામસાગર તળાવ ખાતે સમાપ્ત થશે.

વધુમાં વિગતો ઉમેરતા કલેકટર કહ્યું કે, જીલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં વંદે માતરમના અધિકૃત સ્વ‚પનું સામુહિક ગાન કરવામાં આવશે. જીલ્લાના નાગરીકો જયહરશય ઠશવિં ઝશફિક્ષલફ ડિજીટલ અભિયાન અંતર્ગત તિરંગા સાથે સેલ્ફિ લઇને ઇંફલિવફિશિંફિક્ષલફ.ભજ્ઞળ વેબ સાઇટ પર અપલોડ કરી શકશે.

વધુમાં કલેકટરએ કહ્યું કે, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના ભાગ‚પે ૧૩ ઓગસ્ટ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરદાર નગર હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અન્વયે એક્ઝિબિશન યોજાશે.તથા તા.૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે સરદારનગર હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે.

બેઠકમાં જીલ્લા કલેક્ટરએ જીલ્લાના ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચા‚ રીતે થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ,નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.