હાલોલ તાલુકાના ત્રિકમપુરા ગામનો યુવક ત્રણ દિવસ પહેલા મુલધારી ગામે સાસરીમાંથી નીકળ્યો હતો. તેનો મૃતદેહ કાટળીયા નેસ ગામના તળાવમાંથી મળ્યો હતો. પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહનુ હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.કરાવી તપાસ હાથ ધરી હતી.
ત્રિકમપુરા ગામમાં રહેતો મુકેશ મનુભાઈ ગોહિલ(ઉ.વ.33)નો ત્રણ દિવસ પહેલા હાલોલ તાલુકાના મુલધારી ગામે આવેલી સાસરીમાં ગયો હતો. સાસરીમાંથી તા.28 નવેમ્બરના રોજ નીકળ્યો હતો. તે ધરે પરત નહિ આવતા છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા મુકેશનો પરિવાર ચિંતામાં મુકાયો હતો. જેથી પરિવારે ગુમ થયેલા મુકેશની શોધખોળ આદરી હતી. આ દરમિયાન હાલોલ તાલુકાના કાટળીયા નેસ ગામના તળાવમાંથી મુકેશનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે પાવાગઢ પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે આવી મુકેશના મૃતદેહને પી.એમ.અર્થે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ બાબતે પોલીસે પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.