મોરવા(હ)ના કુવાઝર ગામે મંજુર થયેલ રોડની કામગીરી નહિ થતાં ગ્રામજનોમાં આક્રોશ

મોરવા(હ)તાલુકાના કુવાઝર ગામે મંજુર થયેલો સી.સી.રોડ આજ સુધી અધુરો હોય કામગીરી નહિ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

કુવાઝર ગામમાં મુખ્ય કેનાલથી જશવંતસિંહ બકુભાઈના ધર સુધીનો સી.સી.રોડ 15માં નાણાંપંચ હેઠળ મંજુર થયો છતાં આજદિન સુધી તેનુ કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. સરકાર તરફથી રસ્તા માટે જરૂરી ગ્રાન્ટ ફળવાઈ હતી. સંબંધિત વિભાગે રકમ ઉપાડી લીધી હોવાનુ સ્થાનિકોના આક્ષેપો છે. તેમ છતાં હકીકતમાં રોડનુ નિર્માણ કાર્ય એક ઈંચ આગળ વઘ્યુ નથી. આ અંગે ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે વારંવાર રજુઆતો કરી હોવા છતાં કોઈ5ણ પ્રકારની કાર્યવાહી થતી ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જણાવ્યુ છે કે, લાંબા સમયથી રાહ જોવા છતાં વહીવટી તંત્ર માત્ર આશ્ર્વાસન આપી રહ્યુ છે. જમીન ઉપર કોઈ કામ દેખાતુ નથી. સ્થાનિક રહિશો હવે આગામી સમયમાં જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે. જો ટુંક સમયમાં રોડનુ કામ શરૂ નહિ થાય તો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સામુહિક રજુઆત કરાશે. તેમ જણાવ્યુ હતુ. અને લોકો દ્વારા જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.