હાલોલ તાલુકાના ગેટ મુવાડા ગામની સીમમાંથી એક યુવક બેભાન સ્થિતિમાં જોવા મળ્યો હતો. આજુબાજુના લોકોએ તરત જ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તબીબી સારવાર મળે તે પહેલા જ યુવકનુ મોત નીપજયું હતુ. 108ની ટીમે જરૂરી કાર્યવાહી કરીને યુવકના મૃતદેહને હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક મુળ મઘ્યપ્રદેશના ભિંડી જિલ્લાનો છે. અને હાલમાં ગેટ મુવાડા ખાતે રહેતો અને અને સિયાટ કં5નીમાં કામદાર તરીકે ફરજ બજાવતો હતો. મૃતક બ્રિજ રાઠોડ કં5નીની ત્રણ સબ એજન્સીમાં રેડ ટાઈગર કોન્ટ્રાકટ એજન્સીના મારફતે કં5નીમાં કામ કરતો હતો. ધટનાની જાણ એજન્સીના સુપરવાઈઝર ગોૈરવપટેલને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ગોૈરવ પટેલે જણાવ્યુ હતુ કે, યુવકના પરિવારજનો આવી પહોંચ્યા બાદ પોલીસને જરૂરી વિતગ આપી એડી નોંધાવાશે. અને ત્યારબાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરાશે.