હાલોલ તાલુકાના જુના ઝાંખરીયા તથા નવા ઝાંખરીયા રોડ પર આરોપી પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે હંકારી લાવી બાઈક નંબર જીજે.૧૭.સીએલ.૦૯૯૦ને ટકકર મારી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડતા ધટના સ્થળે મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવા પામી.
હાલોલ તાલુકાના જુના ઝાંખરીયા તથા નવા ઝાંખરીયા રોડ પર અજાણ્યો બાઈક ચાલક આરોપી પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને મોટર સાયકલ નંબર જીજે.૧૭.સીએલ.૦૯૯૦નાચ ાલક રાજેન્દ્રકુમાર નરવતભાઈ સોલંકી ઉ.વ.૩૩ (રહે. ગોવિંદપુરી, હાલોલ)ને ટકકર મારી માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવા પામી છે.