હાલોલ તાલુકાના બાંધેલી ગામથી પાવાગઢ તરફ આવતા બાંધેલી ગામની સીમમાં રોડ પરથી પસાર થતા બાઈક નં. જીજે.૧૭.સીડી.૮૭૦૭ના ચાલક પોતાનું બાઈક બળદ સાથે અથડાવી દીધું હતું. રોડ પર પડી જતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામે રહેતા જીતેન્દ્રભાઈ જીવનભાઇ બારીયા પોતાની બાઈક નંબર જીજે.૧૭. સીડી.૮૭૦૭ લઈને બાંધેલી પાવાગઢ રોડ પર બાંધેલી સીમમાં રોડ પરથી પસાર થતા હોય દરમિયાન પોતાનું બાઈક પુરઝડપે હંકારી લાવી બળદ સાથે અથડાવી દેતા બાઈક ચાલક રોડ પર પડી જતાં માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દવા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલક જીતેન્દ્રભાઈ બારીયાનું સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.