હજારોના ખર્ચે બનેલી સંરક્ષણ દીવાલમાં ચપ્પલ સહિતનો કચરો દેખાતા ગુણવત્તા સામે સવાલ

શું વિકાસ ના કામો ની જવાબદારી માત્ર સરપંચ ની છે તલાટી કમ મંત્રી ની કોઈ જવાબદારી હોતી નથી.

સરકારી નાણાં નો દુ‚પયોગ ના થાય વિકાસ ના કામો ની ગુણવત્તા અને પારદર્શક વહીવટ કરવાની જવાબદારી કોની છે.

ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામે પ્રાથમિક શાળા અને પાણીની ટાંકી પાસે બનેલી કોક્રીટની સંરક્ષણ દીવાલને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. હજારો ‚પિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ દીવાલના બાંધકામમાં ગુણવત્તા જાળવવામાં આવી છે કે કેમ તે અંગે સ્થળ પરની સ્થિતિને જોતા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દીવાલના કોક્રીટમાં કચરો પણ ભેળવાઈ ગયો હોય તેવું નજરે પડી રહ્યું છે. એટલું જ નહીં, દીવાલના એક ખૂણે રેતી, કપચી અને સિમેન્ટ સાથે ચપ્પલનો ટુકડો પણ આર.સી.સી.ના માલમાં ભરાઈ ગયેલો જોવા મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

દીવાલમાં ચપ્પલ દેખાતા સ્થાનિકોમાં ચર્ચા અને રમૂજનો વિષય બન્યો છે. કેટલાક લોકો કટાક્ષ કરતાં કહી રહ્યા છે કે, દીવાલને કોઈની બૂરી નજર ન લાગે અને બિલ મળ્યા સુધી ટકી રહે તે માટે ચપ્પલ લગાવવામાં આવી છે!

જોકે, આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે શું સંરક્ષણ દીવાલના બાંધકામમાં વપરાયેલા માલની ગુણવત્તા સાથે કોઈ પ્રકારની ચેડા કરવામાં આવી છે? જો કામમાં ગેરરીતિ થઈ હોય તો તેની તપાસ કોણ કરશે અને જવાબદારી કોની નક્કી થશે?

સરકારી વિકાસના કામોમાં માત્ર બાંધકામ પૂર્ણ કરવું પૂરતું નથી, પરંતુ કામની ગુણવત્તા, ઉપયોગમાં લેવાતી સામગ્રી અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું પણ જ‚રી છે. વિકાસના કામોની દેખરેખ અને પારદર્શક વહીવટમાં સંબંધિત ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની શું ભૂમિકા છે તે અંગે પણ હવે ચર્ચા શ‚ થઈ છે.

સ્થાનિકોની માંગ છે કે, સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી દીવાલમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને જો બાંધકામમાં કોઈ ગેરરીતિ જણાય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે.