
ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રામ સાગર તળાવ સુધી યોજાશે રેલી
નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રનું ભાવભર્યું નિમંત્રણ
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તથા રાષ્ટ્રધ્વજના સન્માનમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ અને ‘હર ઘર તિરંગા, વંદે માતરમ્-150’ અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરા ખાતે ભવ્ય “તિરંગા રેલી” નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ તિરંગા રેલીનું આયોજન તારીખ: ૧૩/૦૮/૨૦૨૬, ગુરુવાર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.
આ તિરંગા રેલી સાંજે ૪:૦૦ કલાકે ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શિસ્તબદ્ધ રીતે પ્રસ્થાન કરશે. ત્યાંથી આગળ વધીને ચર્ચ, LIC ચોક, વિશ્વકર્મા ચોક, પોલીસ ચોકી નં-૧, પોલીસ ચોકી નં-૨, પટેલવાડા, સોનીવાડ અને હોળી ચકલા જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને દેશભક્તિનો ઉત્સાહપૂર્ણ માહોલ સર્જશે અને અંતે રામ સાગર તળાવ ખાતે પહોંચીને રેલીનું ભાવપૂર્ણ સમાપન થશે.
રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના આ મહાપર્વમાં ગોધરા શહેર તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લાના નાગરિકો, યુવાનો, સામાજિક સંગઠનો અને પ્રબુદ્ધ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાય અને રેલીને સફળ બનાવે તે માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.