
ગુજરાત રાજ્યમાં હાલમાં ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રહેવાથી ઠંડીનો અનુભવ સતત થતો રહેશે. આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ઠંડીનું જોર વધવાની અને ૭ ડિસેમ્બર બાદ વધુ કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અંબાલાલે કહ્યુ કે ઉત્તર ભારતના ભાગોમાં શિત લહેર જોવા મળશે. આ સપ્તાહે ઉત્તર ગુજરાતના પાટણ, હારીજના ભાગો સિવાય મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન ૧૪થી ૧૫ ડિગ્રી રહી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજસ્થાનની સરહદ સાથે સંકળાયેલા ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આગામી થોડા દિવસોમાં બપોર પછી ગુજરાતના ભાગોમાં વાદળો જણાય પશ્ર્ચિમી વિક્ષેપ આવતો નથી આમ છતાં અગામી સાત અને આઠ તારીખ સુધીમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે અને લગભગ ૧૦ તારીખ સુધીમાં અથવા ડિસેમ્બર સુધીમાં વાદળછાયું અથવા તો છાંટા જેવું માવઠું થઈ શકે છે.
અમદાવાદમાં ૧૬ અને ગાંધીનગરમાં ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે.. રાજ્યમાં ૧૧ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું છે.. અમરેલીમાં ૧૩.૮ અને રાજકોટમાં ૧૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો જ્યારે ભુજમાં ૧૪.૮ અને કંડલામાં ૧૪.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે.