
ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર ૮માં મુખ્ય માર્ગો પર બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોને ફરીથી કાર્યરત કરવા માટે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતાં હવે માર્ગો પર ફરીથી પ્રકાશની સુવિધા ઉપલબ્ધ બની છે..
આ સમારકામ સિગ્નલ ફરિયાથી રોયલ હોટલ સુધીના અને કાલાભાઈ પેટ્રોલ પંપથી સાતપુલ સુધીના મુખ્ય માર્ગો પરના ડિવાઈડર પર આવેલી સ્ટ્રીટ લાઇટો માટે કરવામાં આવ્યું હતું. લાઇટો કાર્યરત થવાથી વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળી છે. રાત્રિના સમયે માર્ગ સલામતીમાં પણ નોંધપાત્ર વધારો થશે.
આ કામગીરી દરમિયાન વોર્ડ નંબર ૮ના સ્થાનિક કોર્પોરેટર અશરફભાઈ ચાંદા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કામગીરીનું નિરીક્ષણ કરી ટીમને સમયસર અને ગુણવત્તાપૂર્વક કામ પૂર્ણ કરવા માટે જરી સૂચનો આપ્યા હતા. મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઇટો ફરીથી કાર્યરત થતા સ્થાનિક નાગરિકોએ ગોધરા નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.