
આનંદ આર્ટ્સ કોલેજ, આનંદ ખાતે મનોવિજ્ઞાન વિભાગ દ્વારા એક દિવસીય રાજ્ય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ તથા કોલેજોમાંથી ૧૧૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના મનોવિજ્ઞાન વિભાગના ચાર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયો હતો.
સેમિનારમાં એમ.એ. સેમેસ્ટર-૧ની વિદ્યાર્થીની ઝાભા આલિયાએ તણાવ વ્યવસ્થાપન વિષય પર પેપર રજૂ કર્યું હતું. તેમની રજૂઆતને શ્રેષ્ઠ પેપર તરીકે પસંદ કરી તેમને પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઝાભા આલિયાની આ સિદ્ધિ બદલ ડો. એમ. બી. પટેલ , મનોવિજ્ઞાન વિભાગ તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીની આ સિદ્ધિથી મનોવિજ્ઞાન વિભાગ અને શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરામાં ગૌરવની લાગણી પ્રસરી છે.