ગોધરા શહેરના સિગ્નલ ફળીયામાં પાણીની સમસ્યાનો ઉકેલ, હાજી ફિરદોસ કોઠીએ પોતાના ખર્ચે નવી મોટર અપાવી

ગોધરા શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારમાં પાણીની મોટર બળી જવાના કારણે સ્થાનિક રહેવાસીઓને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પાણી પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ સમસ્યાની જાણ સમાજસેવી હાજી ફિરદોસ કોઠીને કરવામાં આવતા તેમણે તાત્કાલિક પ્રતિસાદ આપી પોતાના ખર્ચે નવી પાણીની મોટર ઉપલબ્ધ કરાવી હતી. નવી મોટર શ‚ થતાં જ વિસ્તારમાં ફરીથી પાણી પુરવઠો શ‚ થયો હતો અને સ્થાનિકોની સમસ્યાનો અંત આવ્યો હતો.

સ્થાનિક લોકોએ હાજી ફિરદોસ કોઠીના આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, પાણી જેવી મૂળભૂત સુવિધાની સમસ્યા અંગે સમયસર ધ્યાન ન આપવા બદલ કેટલાક સ્થાનિક લોકોએ સંબંધિત કાઉન્સિલરો સામે નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જાહેર સુવિધાઓ અંગે જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સમયસર કાર્યવાહી કરવી જ‚રી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય નહીં.