
રાત્રીના સમયે લાગેલ આગમાં સદ્દનસીબે જાનહાનિ ટળી.
ગોધરા શહેર ભુરાવાવ હંગામી બસ સ્ટેન્ડમાં કોઈ કારણોસર આકસ્મિક આગ લાગી હતી. હંગામી બસ સ્ટેન્ડમાં લાગેલ ભિષણ આગમાં ૭ દુકાનો તેમજ કંટ્રોલ મ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આગને કાબુમાં લેવા માટે ગોધરા, શહેરા અને કાલોલના ફાયર ફાયટરોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ધટનામાં લાખો પીયાનું નુકશાન થવા પામ્યું છે.
ગોધરા શહેરનું એસ.ટી. બસ સ્ટેન્ડ હંગામી ધોરણે ભુરાવાવ ખાતે ખસેડવામાં ઓલ છે. આ બસ સ્ટેન્ડમાં તા.૧૭ નવેમ્બર રાત્રીના સમયે કોઈ કારણોસર આકસ્મિક આગ લાગી હતી. આકસ્મિક રીતે લાગેલી આગે જોતજોતામાં ભીષણ સ્વપ ધારણ કર્યું હતું. બસ સ્ટેન્ડમાં આવેલી ૭ જેટલી દુકાનો તેમજ કંટ્રોલ કેબીન આગની ઝપટમાં આવી ગયા હતા અને દુકાનો તેમજ કંટ્રોલ મ બળીને ખાખ થઈ ગયો હતો. હંગામી બસ સ્ટેશનમાં લાગેલી આગને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હંગામી બસ સ્ટેશનમાં લાગેલી આગની ધટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ગોધરા ફાયરના બે ફાયટરો ધટના સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગની વિકરાળતાને જોતાં શહેરા અને કાલોલ થી ફાયર ફાયટરો બોલાવવવામાં આવ્યા હતા અને ૧ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ધટનામાં ૭ દુકાનો તેમજ કંટ્રોલ મ બળીને ખાખ થઈ જતાં લાખો પીયાનું નુકશાન થવા પામ્યું છે. હંગામી બસ સ્ટેશનમાં લાગેલ આગમાં સામે આવ્યું છે કે, બસ સ્ટેશનમાં દુકાનો તેમજ શેડમાં પ્લાસ્ટીકનું મટીરીયલ અને ગરમીથી બચવા માટે થર્મોકોલનો ઉ૫યોગ કરવામાં આવ્યો હતો. જેને લઈ આકસ્મિક આગ જોતજોતામાં વિકરાળ સ્વપ ધારણ કર્યું હતું. બસ સ્ટેશનમાં લાગેલી આગમાં ફાયર સેફટીના સાધનો ન હોવાને લઈ આગ પ્રસરી જવા પામી હતી. હંગામી બસ સ્ટેન્ડમાં લાગેલી આકસ્મિક આગની ધટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ હંગામી બસ સ્ટેન્ડમાં લાગેલ આગની ધટના બાદ તંત્ર જાહેર સ્થળે ફાયર સેફટીની સુવિધાના અભાવે સામે આવતાં વધુ તપાસ હાથ ધરી છે અને આગ લાગવાના કારણોની પણ તપાસ હાથ ધરી છે.
ગોધરા શહેરમાં ભુરાવાવ ખાતે હંગામી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ બસ સ્ટેશનમાં મુસાફરોને બેસવાની વ્યવસ્થા, ઉભા રહેવાની વ્યવસ્થા છે. આટલી સાંકળી જગ્યામાં ૭ જેટલી દુકાનો તેમજ કંટ્રોલ મ પર લાગેલ હોય તેવી જવ્યાએ આકસ્મિક આગની ધટના બની હતી. સદ્દનસીબે રાત્રીના સમયે બળી હોવાને લઈ કોઈ જાનહાનિ થવા પામી ન હતી. હવે જ્યારે હંગામી બસ સ્ટેશન બનાવવામાં આવે તો દુકાનો અને મુસાફરોની વ્યવસ્થા વચ્ચે થોડુ અંતર વધારવામાં આવે તેમજ જાહેર સ્થળે ફાયર સેફટીની વ્યવસ્થા થયા તેનું ધ્યાન રાખવામાં આવે તે જરી છે.
ગોધરા ભુરાવાવ હંગામી બસ સ્ટેશનમાં લાગેલી આકસ્મિક આગની ધટના બની હતી. આગની ધટના બાદ આગનું કારણ જાણવા માટે એફ.એસ.એલ. અને મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમો ધટના સ્થળે પહોંચી હતી. એફ.એસ.એલ. ટીમે આગ લાગેલ સ્થળનું નિરીક્ષણ કરી નમૂના મેળવ્યા હતા. એમ.જી.વી.સી.એલ. દ્વારા શોર્ટ સર્કિટના કારણો તપાસવા એસ.ટી. વિભાગના મુખ્ય વીજ સપ્લાય કેબલની તપાસ હાથ ધરી છે.