મુખ્યમંત્રીની દાહોદ મુલાકાત પહેલાં કોંગ્રેસ મેદાનમાં કલેક્ટરને આવેદનપત્ર આપી મુલાકાતનો સમય માગ્યો

દાહોદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સહિત ભીલ પ્રદેશની માંગ; ૨૧ હજાર ખેડૂતોને વન અધિકારના હક આપવા અને સ્થાનિક રોજગારી ઊભી કરવાની રજૂઆત.

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમોમાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૮થી ૨૦ નવેમ્બર દરમિયાન દાહોદ જીલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીની મુલાકાત પહેલાં જ જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લાના વિવિધ પાયાના પ્રશ્નોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી સાથે ‚બ‚ મુલાકાત માટે સમય ફાળવવાની માંગ કરવામાં આવી છે. જોકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીજીલ્લા ના આદિવાસી સમાજ, ખેડૂતો, મજૂરો અને સામાન્ય નાગરિકો ની સમસ્યાઓ તથા જ‚રીયાતો અંગે રજૂઆત કરવા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સમય માગી રહ્યું છે.

આ દરમિયાન નિનામાએ સરકાર સમક્ષ અનેક માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે ઓછા વરસાદને કારણે દાહોદ જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તૈમજ આદિવાસી વિસ્તારો માટે અલગ ’ભીલ પ્રદેશ’ જાહેર કરવાની દિશામાં પગલાં લેવામાં આવે છે. મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને દાહોદમાં લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને પાંચદિવસ માટે હટાવવામાં આવ્યા હોવાનો મુદ્દો પણ કોંગ્રેસે ઉઠાવ્યો ગરીબ અને નાના વેપારીઓ સામે કરવામાં આવેલી આ કાર્યવાહી અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવી સરકારની કામગીરીની ટીકા કરી હતી. હપંદભાઈ નિનામાએ વધુમાં આક્ષેપ કર્યા હતો કે, જીલ્લાના આશરે ૨૧ હજાર ખેડૂતોને હજુ સુધી જંગલની જમીનના હક અને સનદો મળી નથી. આદિવાસી ખેડૂતોને તેમના કાયદેસરના જમીન અધિકારો તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સમસ્યાઓ અંગે પણ કોંગ્રેસે સરકારનું ધ્યાન દોર્યું હતું. જીલ્લાના અનેક વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નબળું હોવા ઉપરાંત શાળાઓમાં ઓરડાઓ અને શિક્ષકોની અછત હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પૂરતો સ્ટાફ અને જ‚રી સાધનોના અભાવે આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.કોંગ્રેસે ખેડૂતોનાં દેવા માફ કરવા, ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા અને જીલ્લામાં જ રોજગારીની પૂરતી તકો ઊભી કરવાની માંગ કરી હતી. આદિવાસી પરિવારોને અન્ય શહેરો અને રાજ્યોમાં મજૂરી માટે સ્થળાંતર કરવાની ફરજ પડે છે, ત્યારે સ્થાનિક સ્તરે જ રોજગારીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ‘આદિવાસી’ શબ્દના ઉપયોગને લઈને પણ હર્ષદભાઈ નિનામાએ સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો મુખ્યમંત્રી કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મુલાકાત માટે સમય ફાળવશે તો જીલ્લાના શિક્ષણ, આરોગ્ય, ખેતી, રોજગારી, જમીન અધિકાર સહિતના પાયાના પ્રશ્નો અંગે ‚બ‚ રજૂઆત કરવામાં આવશે.

હવે મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસ દરમિયાન જીલ્લા કોંગ્રેસને મુલાકાત માટે સમય ફાળવવામાં આવે છે કે કેમ અને જીલ્લાના પ્રશ્નો અંગે સરકાર કેવો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર રહેશે.