
ધોધંબા તાલુકાના મોલ ગામે ડામર ફળીયામાં રહેતા ૨૦ વર્ષીય યુવક એ કોઈ અગમ્યકારણોસર ખેતરમાં ઝાડ ઉપર ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપધાત કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
ધોધંબા તાલુકાના મોલ ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ ભારીયાભાઈ રાઠવા ઉ.વ.૨૦ એ તા.૧૬ નવેમ્બરના રોજ કોઈ અગમ્યકારણોસર સીમમાં આવેલ નેવલાભાઈ રાઠવાના ખેતરમાં લીમડાના ઝાડ ઉપર ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી નાખેલ હોય આ બાબતે રાજગઢ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંૅધાવા પામી છે.