દે.બારીયા નગર પાલિકાના નવા મીની વોટર પ્લાન્ટોને વીજ જોડાણ કરી કયારે કાર્યરત કરાશે ???

દે.બારીયા નગર પાલિકામાં નલ સે જલના સુખાકારીની લાખ્ખો કરોડોની ગ્રાન્ટનો ફળવાઈ ગઈ છે. જેનાથી વોટર વર્કના સાધનો જેવાં કે, પીવાની નવિન પાઈપો જયા પણ પીવાના પાણીનો અભાવ અને અછત છે. તેવા વિસ્તારોમાં પીવાના પાણી માટે નવા હેન્ડપંપ થતા નવા બોરના ખોદકાર્ય કરીને નવા મોટા ટાંકા મીની વોટર પ્લાન્ટ અલગ અલગ વિસ્તારોમાં હાલના કાર્ય કરાયા હતા. તેમ છતાં ચાર-પાંચ માસ થવા હોવા છતાં આ મીની વોટર પ્લાન્ટો વીજ જોડાણના અભાવે કાર્યરત થયા નથી તે કોનો બેદરકારી છે. તે જે તે વોર્ડના ભાજપા અને વિરોધ પક્ષના સભ્યો સામે આવીને આ નવિન મીની વોટર પ્લાન્ટની નલ સે જલ યોજનાને સાર્થક કરશે ખરાં તે મોટો સવાલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા નગર પાલિકાના દ્વારા મીની વોટર પ્લાન્ટ બોરના ખોદકાર્ય અને લાખ્ખોનો ખર્ચ કરીને પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ હતી. તેમાં વીજ જોડાણ માટે એમ.જી.વી.સી.એલ.માં નાણાં ચાર માસ થયા બાદ પણ ભરપાઈ થયા નથી. તેના કારણે પીવાના પાણીની સુખાકારી નલ સે જલ યોજના માટે જે સંવેદનશીલ અને ગતિશીલ સરકારના અથાગ પ્રયત્નો ઉપર પાલિકાના આળશું કર્મીઓ પાણી ફેરવી રહ્યા છે. તેનો કેમ સરકારની પ્રજા લગતી સુવિધાઓને પૂર્ણ કરતા નથી. હાલના વર્ષે ૨૨ ઈંચ જેટલો સીજનનો કુલ વરસાદ નોંધાયો છે. તે વર્ષ માટે પુરતો નથી તેની પુરતી થાય તેનો ઉપાય આ મીની વોટર પ્લાન્ટો જે શહેરના સ્લમ વિસ્તારોમાં રહેતા ગરીબ આમ જનતાની પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થશે તેને વહેલી તકે વીજ જોડાણ માટે નાણાં ગ્રાન્ટ માંથી ઈશ્યુ કરીને આ મીની વોટર પ્લાન્ટોને વહેલી તકે કાર્યરત કરવા માટે સત્તાપક્ષ ભાજપના સભ્યો પોત પોતાના વિસ્તારોનો પાણીનો પ્રશ્ર્ન હલ કરવા માટે આગળ આવશે ખરાં તે આવનારો સમય બતાવશે કે પોતાના વ્હાલા વોટરોની કેટલી ચિંતા કરે છે.