
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, દાહોદના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબ તથા ગરબાડા dysp એમ.કે. સ્વામી સાહેબના સચોટ માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.રાડીયા અને તેમની ટીમે દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવતા પ્રશંસનીય કામગીરી કરી છે.
ગરબાડા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગરબાડા પુજારા ફળીયા રોડ ઉપરથી પસાર થતી શંકાસ્પદ સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડીને આંતરીને તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની કુલ ૪૩૮ નંગ બોટલો (કિંમત રૂ. ૯૩,૬૧૪/-) તથા રૂ. ૫,૦૦,૦૦૦/- ની કિંમતની સ્કોર્પિયો ગાડી મળીને કુલ રૂ. ૫,૯૩,૬૧૪/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, આ સાથે ઘટનાસ્થળેથી આરોપી દિનેશભાઇ મનુભાઇ મીનામા મોટીખરજ ગામના isamne ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે