
ગરબાડા:
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે ગરબાડામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો ગઢ સાચવી રાખવા માટે કમર કસી છે. ગરબાડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના પક્ષેથી લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આજે ભવ્ય વિજયના સંકલ્પ સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું.
આજે ગરબાડા મામલતદાર કચેરી ખાતે જાણે કેસરીયો સાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લીલાબેન રાઠોડ પોતાના સમર્થકો અને ઉત્સાહી કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. કાર્યકરોના અને ભાજપ પ્રત્યેના અતુટ વિશ્વાસથી સમગ્ર ગરબાડા પંથક ગુંજી ઉઠ્યો હતો.
દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ
આ પ્રસંગે ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભાજપના મોવડી મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં પદાધિકારીઓએ હાજર રહીને લીલાબેન પર પસંદગીનો કળશ ઢોળી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રજીતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા વિકાસના મુદ્દે ચૂંટણી લડે છે અને જનતાનો સાથ ફરી એકવાર ભાજપને જ મળશે.
વિકાસની રફ્તાર, ફરી એકવાર ભાજપ સરકાર!
નોંધનીય છે કે, અગાઉની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપે આ બેઠક પર ભવ્ય વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું હતું. ત્યારે આ વખતે પણ મજબૂત ઉમેદવાર લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડની સાફ છબી અને લોકપ્રિયતા સંગઠન શક્તિ પાયાના કાર્યકરોથી લઈને પ્રમુખ સુધીની એકતા.
વિકાસની રાજનીતિ પક્ષ દ્વારા કરવામાં આવેલા લોકહિતના કાર્યો.l આ તમામ પરિબળોને જોતા ગરબાડા જિલ્લા પંચાયતની આ બેઠક પર ફરી એકવાર ભાજપનો વિજય ધ્વજ લહેરાશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વિરોધીઓના સૂપડા સાફ કરવા માટે ભાજપે પોતાની પૂરેપૂરી તાકાત મેદાનમાં ઉતારી દીધી છે.