ગરબાડા તાલુકાના મીનાક્યાંર ગામે ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલા દીપડાનો હુમલો

-વૃદ્ધ મહિલા પર હુમલો કરતા ગામ લોકોમાં ફફડાટ , દીપડાને ઝડપી પાડવા પાંજ‚ મૂકવાની માગ.

ગરબાડા તાલુકાના મીનાક્યાંર ગામે સવારના સમયે દીપડા દ્વારા વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં મંડોર ગામની ૭૦ વૃદ્ધ મહિલા કમીબેન પોતાની છોકરીના ઘરે લગ્નમાં આવી હતી, તે દરમિયાન સવારના સમયે મીનાક્યાર ગામે તળાવની પાળે કમીબેન પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાંચથી આવેલ દીપડાએ અચાનક હુમલો કર્યો હતો . દીપડાએ અચાનક હુમલો કરતા વૃદ્ધ મહિલા બૂમ બૂમ કરી મૂકી હતી. ત્યારે આજુ બાજુના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો હતો. દીપડાએ અચાનક પાછળ થી હુમલો કરતા ૭૦ વર્ષીય વૃદ્ધ કમિબેન ને હાથના ભાગે પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના ની જાણ વન વિભાગને કરતાં વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્થ મહિલાને ૧૦૮ ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દીપડાએ અચાનક હુમલો કર્યા હોવાનું વાયુ વેગે પ્રસરતા પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા દીપડાને પકડી પાડવા માટે પાંજ‚ મૂકવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.