ફતેપુરાના જગોલામાં ‚.૩૩ લાખના ખર્ચે કુવો અને ધરે ધરે નળ છતાં તરસ છીપાવવા રાજસ્થાન સુધી જવુ પડે છે

ફતેપુરા તાલુકાનુ છેવાડાનુ જગોલા ગામ આજે ૫ણ પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યુ છે. ગુજરાત-રાજસ્થાન સરહદે વસતા લોકો માટે વિકાસ માત્ર કાગળ પર જ રહ્યો છે. જગોલા ગામનુ માળ ફળિયુ ડુંગરાળ વિસ્તારમાં બે થી ત્રણ કિ.મી.ની ઉંચાઈ પર છે. અહિં ૮૫૦ થી વધુની વસ્તી રહે છે. રાજસ્થાનના તેજપુરા ગામના કુવા સુધીનુ અંતર ૩૦૦ મીટર છે. ઉનાળો શ‚ થતાં જ અહિંના હેન્ડપંપ, કુવા, ૨૫ જેટલા બોર સુકાઈ જાય છે. મહિલાઓને રોજ સવારથી સાંજ સુધી માથે બેડાં લઈને ગુજરાતથી રાજસ્થ્ાન બોર્ડર પાર કરી પાણી માટે ભટકવુ પડે છે.

ઉનાળામાં કેટલાક લોકોના ધરના ધરમાં ટાંકી નથી. તેઓ ગામના સુકા કુવામાં બહારથી પ્રાઈવેટ ટેન્કર મંગાવીને પાણી નંખાવે છે. એક ટેન્કરનો ભાવ આશરે ૧ હજાર ‚પિયા ચુકવવા પડે છે. તંત્રની ઉદાસીનતા એવી કે, ૩૩ લાખના ખર્ચે ખાસ કુવો અને ભુગર્ભ ટાંકી શોભાની જ છે. આજદિન સુધી એક ટીપું પાણી મળ્યુ નથી. નલ સે જલ યોજના હેઠળ ધરે ધરે નળ ફિટ કરાયા છે. મીની એલ.આઈ.ના ટાંકા પણ મુકાયા છે. પણ પાણી નથી.