ફતેપુરાના વટલી ગામના કિરીટભાઈ સોમાભાઈ નિનામા બાઈક પર મહેશ બધાભાઈ નિનામા તથા નવા તળાવ ગામની નવલીબેન શાંતિભાઈ પારગીને બેસાડી ફતેપુરા તરફ જઈ રહ્યાહતા. તે દરમિયાન છાલોર ગામ પાસે રોડ પર બમ્પ આવતા પુરઝડપે દોડતી બાઈક પરથી કાબુ ગુમાવતા ચાલક કિરીટ નિનામાએ બાઈક ઉછાળી દેતા રોડ પર પછડાઈ હતી. જેમાં બાઈક પર સવાર ત્રણેય જણા રોડ પર પટકાતા નવલીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ મહેશ નિનામા તથા બાઈક ચાલક કિરીટ નિનામાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં ફતેપુરા પોલીસે તાત્કાલિક ધટન સ્થળે દોડી જઈ એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ફતેપુરા સરકારી દવાખાને ખસેડ્યા હતા. જયાં નવલીબેનનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જયારે બાકીના બંને ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.આ સંબંધે સોમાભાઈ કમજીભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.