ઇન્ડોનેશિયન પાણીમાં, બાલી સમુદ્રમાં ચીની પાણીની અંદર જાસૂસી ઉપકરણ મળી આવ્યું

ઇન્ડોનેશિયન પાણીમાં બાલી અને લોમ્બોક વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્ટ્રેટમાં એક ટાપુ નજીક એક ચીની જાસૂસી ઉપકરણ મળી આવ્યું છે. આ ટોર્પિડો જેવી વસ્તુએ સંરક્ષણ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્લેષકોએ તેને પાણીની અંદર દેખરેખ સિસ્ટમ તરીકે વર્ણવ્યું છે. જા કે, બેઇજિંગે આ ચિંતાઓને ફગાવી દીધી છે, અને કહ્યું છે કે, “તેનું વધુ પડતું અર્થઘટન કરવાની કે શંકા કરવાની કોઈ જરૂર નથી.”

ઇન્ડોનેશિયાની રાજ્ય સમાચાર એજન્સી, અંતારાના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે એક માછીમારને લોમ્બોક સ્ટ્રેટમાં ગિલી ત્રાવાંગન ટાપુની ઉત્તરે ૩.૭-મીટર લાંબુ ઉપકરણ મળ્યું. ઇન્ડોનેશિયન નૌકાદળ હવે વધુ તપાસ માટે ઉપકરણને લોમ્બોકના માતરમ નૌકાદળ મથક પર લઈ ગયું છે. ઇન્ડોનેશિયન નૌકાદળના પ્રવક્તા રીઅર એડમિરલ તુંગગુલે જણાવ્યું હતું કે, “નૌકાદળ પદાર્થને ઓળખવા માટે સંપૂર્ણ તપાસ કરશે, જેમાં તેનું મૂળ, હેતુ અને તેના પર સંગ્રહિત ડેટાનો સમાવેશ થાય છે.”

ચીનની ૭૧૦ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા વિકસિત “ડીપ-સી રીઅલ-ટાઇમ ટ્રાન્સમિશન મૂરિંગ સિસ્ટમ“ તરીકે ઓળખાવ્યું. “આ સંસ્થા પાણીની અંદરના હુમલાઓ અને બચાવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે,” સટ્ટને લખ્યું. આ સિસ્ટમ સમુદ્રની સપાટી પર તૈનાત સંચાર બોય દ્વારા તેના કેન્દ્રમાં ડેટા ટ્રાન્સમિટ કરતી વખતે સમુદ્રતળ પર લંગર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, તે ચીનની ૭૧૦ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા વિકસિત “ડીપ-સી રીઅલ-ટાઇમ ટ્રાન્સમિશન મૂરિંગ સિસ્ટમ“ છે.

તે ઇન્ડોનેશિયન ટાપુ ગિલી ત્રાવાંગન (બાલી નજીક) થી ૧૬ કિમી દૂર તરતું મળી આવ્યું હતું. તે આશરે ૩.૭ મીટર લાંબુ, ટોર્પિડો આકારનું અને સેન્સર અને ફિન્સથી સજ્જ છે.

તે ચાઇનીઝમાં સીએસઆઇસી અને “સંશોધન અને વિકાસ” નામના આદ્યાક્ષરો ધરાવે છે, અને આ ઉપકરણ સમુદ્રની ઊંડાઈ, તાપમાન, ખારાશ અને તરંગોની ગતિ પર રીઅલ-ટાઇમ ડેટા ટ્રાન્સમિટ કરે છે.

લોમ્બોક સ્ટ્રેટ એક ઊંડા સમુદ્ર માર્ગ છે જે પેસિફિક અને હિંદ મહાસાગરોને જાડે છે. મલાક્કા સ્ટ્રેટ પછી, તે સ્ટીલ્થ સબમરીન માટે વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે.

આ ઉપકરણ સમુદ્રતળ સાથે લંગરાયેલું છે, જે તેને સ્થિર રહેવા અને લાંબા ગાળાની દેખરેખ રાખવા દે છે.

સમુદ્રના તાપમાન અને ખારાશ પર ડેટા મેળવવાથી ચીનને તેની સબમરીનને સોનાર શોધથી બચાવવામાં મદદ મળે છે. આનાથી ચીની સબમરીન હિંદ મહાસાગરમાં કોઈ પણ જાતની શંકા વિના પ્રવેશી શકે છે. આ ઉપકરણ સમુદ્રતળનો નકશો બનાવે છે. આ માહિતી યુદ્ધ દરમિયાન ખાણો નાખવા અથવા સબમરીનને સુરક્ષિત સ્થળોએ મૂકવા માટે ઉપયોગી છે. હિંદ મહાસાગરને ભારતનો પાછળનો ભાગ માનવામાં આવે છે. જા ચીન ત્યાં તેની દેખરેખ વ્યવસ્થા મજબૂત કરે છે, તો તે ભારતીય યુદ્ધ જહાજા અને સબમરીનની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.

લોમ્બોક અને મલક્કા જેવા માર્ગોનું નિરીક્ષણ કરીને, ચીન ભારતના ઉર્જા પુરવઠા અને વેપાર માર્ગો પર દબાણ લાવી શકે છે. આ ઉપરાંત, ચીન આ ડેટાનો ઉપયોગ તેના ‘ગ્રેટ અંડરવોટર વોલ’ પ્રોજેક્ટ માટે કરી રહ્યું છે જેનો હેતુ સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની લશ્કરી શ્રેષ્ઠતા સ્થાપિત કરવાનો છે.