દિવાળી પહેલાં મોંઘવારીનો જબરદસ્ત મોટો ઝટકોઃ ફરી અદાણી સીએનજી ગેસમાં ભાવ વધારો

દિવાળીના તહેવારો પહેલા સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે માઠા સમાચાર છે. અદાણી ગેસ કંપની દ્વારા સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે જ ગુજરાતમાં સીએનજીનો ભાવ ૧૦૦ રૂપિયાની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે, જેનાથી મોંઘવારીમાં પીસાતી પ્રજા પર વધુ એક આકરો આર્થિક બોજ પડ્યો છે.

અદાણી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૨.૩૦નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ હવે સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો ૧૦૦.૭૭ રૂપિયા પહોંચી ગયો છે, જે ભાવ વધારા પહેલા ૯૮.૪૭ રૂપિયા હતો.

નોંધનીય છે કે, અદાણી કંપની દ્વારા તાજેતરમાં જ ૨૩ ઓક્ટોબરે ઝ્રદ્ગય્ના ભાવમાં રૂ. ૪.૪૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આટલા ટૂંકા ગાળામાં તહેવારો શરૂ થાય તે પહેલા જ બીજી વખત ભાવવધારો ઝીંકાતા ગ્રાહકોમાં ભારે અસંતોષ જાવા મળી રહ્યો છે.

અદાણી ગેસના આ ભાવવધારાને કારણે નોકરી-ધંધા અર્થે રોજ મુસાફરી કરતા લોકોનું માસિક બજેટ ખોરવી નાંખશે. કમાણીનો મોટો હિસ્સો ઈંધણ પાછળ ખર્ચાઈ જતાં રોજીરોટી પર સીધી અસર પડશે. અદાણી ગેસ મોઘો થતા આમ આદમી માટે ઘરચલાવવું વધુ મુશ્કેલ બનશે.