ડિટવાસ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીનેLCBએ ઝડપ્યો

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ડિટવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા ફરતા આરોપી ગોપાલસિંગ કિશોરસિંગ રાજાવતને ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના પાતળી ગામનો રહેવાસી છે.

મહીસાગર જીલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના બાદ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન, LCB સ્ટાફના એએસઆઈ ક્રુષ્ણકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોપાલસિંગ રાજાવત હાલ લીંબડીયા ચોકડી ખાતે ઊભો છે. આ બાતમીના આધારે કઈઇ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો હતો.

ગોપાલસિંગ રાજાવત વિ‚દ્ધ ડિટવાસ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ),૮૧ અને ૧૧૬બી હેઠળ ગુના નોંધાયેલા છે. તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. આરોપીની ધરપકડ બાદ તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.