
ધાનપુર તાલુકાના ભોરવા ગામે જનકલ્યાણ શિબિર અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કુલ ૨૫૨ પશુઓને રોગ નિદાન અને સારવાર આપવામાં આવી હતી, તેમજ પશુપાલકોને આધુનિક પશુપાલન અંગે માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન ભુરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, દૂધ મંડળીના પ્રતિનિધિઓ અને પશુપાલન વિભાગના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મેળા દરમિયાન પશુપાલકોને પશુપાલન વ્યવસાયને વધુ સક્ષમ બનાવવા માટે ચાફ કટર મશીન સહિતની વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઈં-ઊંશતફક્ષ પોર્ટલ પર મંજૂર થયેલ બકરા એકમ યોજના અને પાડી-વાછરડી ઉછેર યોજનાના મંજૂરી પત્રો પણ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.
આ પશુ આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોજનાઓ તથા સારવારનો લાભ મેળવી કૃતાર્થ થયા હતા.