
ગુ ગોવિંદ લીમડી તાલુકાના કારઠ ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો હાજર રહ્યા હતા. જનકલ્યાણ શિબિર દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યએ આરોગ્ય વિભાગની પોર્ટેબલ એક્સ-રે કામગીરીની બ મુલાકાત લઈ તેની વિસ્તૃત વિગતો મેળવી હતી. શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૧૭ દર્દીઓને ઓ.પી.ડી. (ઘઙઉ) સેવા આપવામાં આવી હતી.
તબીબી તપાસ અંતર્ગત ટીબીના નિદાન માટે ૧૦૬ લોકોની પોર્ટેબલ એક્સ-રે દ્વારા તપાસ કરવામાં આવી હતી, તેમજ ૪૩ લોકોની ડાયાબિટીસ અને ૩૯ લોકોની બ્લડ પ્રેશર અંગેની તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વિવિધ સરકારી યોજનાઓ અને તપાસ અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી, જેમાં ૪૮ નાગરિકોને ઙખ-ઉંઅઢ (આયુષ્યમાન ભારત) કાર્ડનું વિતરણ કરાયું હતું, ૨૧ વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને નમોશ્રી યોજનાના ૯ ફોર્મ ભરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન હાજર નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માતૃ વંદના યોજના, વય વંદના યોજના અને નમોશ્રી યોજના સહિતની વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું.
આ સાથે જ ટીબી, રક્તપિત્ત, મલેરિયા, ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવા રોગોના લક્ષણો, નિવારણ, સમયસર નિદાન અને સારવાર અંગે આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ અન્ય સંકળાયેલા વિભાગોના અધિકારીઓ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
આરોગ્ય વિભાગ અને અન્ય વહીવટી વિભાગોના સંયુક્ત પ્રયાસોથી આ જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન થયું હતું, જેનો ગ્રામજનોએ ઉત્સાહભેર લાભ લીધો હતો.