ધાનપુરના નવાનગરમાં રહેણાંક મકાન માંથી ૫ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપ્યો

ધાનપુર પોલીસે રાત્રી પેટ્રોલિંગ કરી પરત થતી વેળાએ નવાનગર ગામના હોળી ફળિયા માં રહેતા એક બુટલેગરના કબજા ભોગવટા ના રહેણાંક મકાનમાં ધમ ધમતા વિદેશી દા‚ના અડ્ડા પર ઓચિંતી પ્રોહી રેડ પાડી ‚પિયા ૫,૦૫,૫૩૬/-ની કુલ કિંમતના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દા‚ની પેટીઓ નંગ-૭૫ પકડી પાડી કબજે લીધી હતી.જ્યારે પોલીસની રેડ દરમિયાન બુટલેગર અંધારાનો લાભ લઈ ઝાડી-ઝાંખરામાં થઈ નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર પોલીસની ટીમ રાત્રી પેટ્રોલિંગકરી પરત ફરી રહી હતી તે દરમિયાન નવાનગર ગામે હોળી ફળિયામાં રહેતા બુટલેગર નવલસિંહ ગુમજીભાઈ માવીના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂ ના અડ્ડા પર વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની ગુપ્ત બાતમી ધાનપુર પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા મળી હતી. જે બાતમીના આધારે ધાનપુર પોલીસની ટીમે બાતમીમાં દર્શાવેલ નવા નગર ગામના હોળી ફળિયામાં રહેતા નવલસિંહ ગુમજીભાઈ માવી નામના બુટલેગર ના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી હતી. દૂરથી જ પોલીસના માણસોને જોઈ લેતા બુટલેગર નવલસીંગ માવી રાત્રિના નજીક આવેલા ઝાડી-ઝાખરામ અંધારા નો લાભ લઈ મકાનની પાસે ગલી માંથી થઈ નાસી ગયો હતો. પોલીસે બુટલેગર નવલસિંહ માવીના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાન માંથી બીયર ટીનની પેટીઓ નંગ-૩૮માં ભરેલ બીયર ટીન નંગ- ૯૧૨, રોયલ સ્ટેગ વિસ્કીની કાચની બોટલની પેટીઓ નંગ-૧૮ માં ભરેલ બોટલ નંગ-૮૬૪ તથા બેગ પાઈપર ડીલક્ષ વિસ્કીની કાચની બોટલની પેટીઓ નંગ-૧૯ માં ભરેલ બોટલ નંગ-૯૧૨ મળી ‚પિયા ૫,૦૫,૫૩૬/-ની કુલ કિંમતની કુલ બોટલ નંગ-૨,૬૮૮ પકડી પાડી કબજે લઈ આ સંબંધે બુટલેગર નવલસિંહ ભુમજીભાઈ માવી વિ‚દ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.