ઘન કચરા વ્યવસ્થાપન અને અમલીકરણ માટે પ્રાદેશિક કમિશ્ર્નર વડોદરા ઝોનના પદાધિકારીઓ અને કર્મચારીઓ માટે વર્કશોપ યોજયો

ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ તથા તે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોના અમલીકરણ અંગેનો પ્રાદેશિક કમિશ્નર,નગરપાલિકાઓ, વડોદરા ઝોનના પદાધિકારીઓ અને કર્મચારીઓ માટે ઝોન ક્ક્ષાનો વર્કશોપ તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ દાહોદ નગરપાલિકા ખાતે પંડિત દિનદયાલ ઓડીટોરીયમ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મહાનુભાવ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મેહુલભાઈ પંડયા ,અધિક કલેકટર, આર.સી.એમ. વડોદરા, સૈલેશભાઈ કલસરીયા ડેપ્યુટી કલેકટર,આર.સી.એમ.વડોદરા, દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા, પ્રમુખ મીનાક્ષીબેન નીનામા અને ઉપપ્રમુખ જુગલબેન પંડયા અને ચુટાયેલા પ્રતિનિધીઓ અને વડોદરા ઝોનની નગરપાલિકાઓ માંથી ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ ચુટાયેલા પ્રતિનિધીઓ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.

જેમાં મેહુલભાઈ પંડયા એ સ્વાગત પ્રવચન ધ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ તે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોના અમલીકરણ અંગેની સમજણ આપી. તેમજ સુનીત ડબકે ધ્વારા કચરાનું ૪ પ્રકાર વર્ગીકરણ, બ્લક વેસ્ટ જનરેટરની ઓળખ અને નોંધણી તેમજ કચરો ઉત્પન્ન કરનાર અને શહેરી સ્થાનિક સંસ્થાની જવાબદારીઓ બાબત માર્ગદર્શન આપ્યું.

માન.નિરજ મિઠાણી  ધ્વારા ડમ્પ સાઈટની ઓળખ અને ડમ્પ કચરાના નિકાલનું આયોજન બાબતે સમજણ આપી.માન.પરેશ ચાવડા  ધ્વારા બલ્ક વેસ્ટ જનરેટરની જવાબદારીઓ અને EBWGR Certificate અંગેની કામગીરી. અને ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ અંતર્ગત નિયત કરેલ વિવિધ કામોની સમયમર્યાદાની અને CPCB પોર્ટલ અંગેની માહિતી સચોટ માહિતી પુરી પાડવામાં આવી.