દે.બારીયા નગર પાલિકાની પેટા ચુંટણીમાં ભાજપ પોતાની સીટો જાળવી રાખશે ખરી ?

દે.બારીયા નગર પાલિકાની પેટા ચુંટણીની તા.૨૯/૦૭/૨૦૨૬ના ગુરુવારે મત ગણતરી થવા જઈ રહી છે શું ? ભારતીય જનતા પાર્ટી માંથી સસ્પેન્ડ થયેલા છીએ. છ સીટ ઉપર ભાજપે અન્ય ઉમેદવારો ઉતારીને દર્શાવી દીધું છે કે, અમે બીજા વ્યકિતઓને જીતાડવાનો દ્રઢ નિશ્ર્ચય છે અને એ પણ દર્શાવી દીધું છે. પક્ષ વિ‚દ્ધ પ્રવૃતિઓ ચલાવી લેવામાં નહિ આવે જ્યારે સસ્પેન્ડ થયેલા વ્યકિતઓએ પોતાની સીટો ઉપર આમ આદમી પાર્ટી માંથીએક અને ચાર માંથી ઉમેદવારી નોંધાવી મેદાનમાં છે તેમજ વોર્ડ નં.૫માં સસ્પેન્ડ થયેલા વ્યકિતએ મેદાન છોડી દીધું છે અને બીજા પાંચને ધરના નહિ ધાટના હાલ કરી નાખ્યા છે. વોર્ડ નં.૫ ઉપર માત્ર ભાજપ અને કોંગ્રેસની ટકકર છે.

આ પેટા ચુંટણી ભાજપ પક્ષ માટે અને ખાસ કરીને ભાજપના હાલના પાલિકાના પ્રમુખ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. છ માસથી ત્રણ સીટ લાવે અને આવે તો પણ પ્રતિષ્ઠા બચી શકશે ?હાલની પેટા ચુંટણીમાં એક વોટર્સ દીઠ એક હજારનો ભાવ બોલાયો છે અને દા‚ની તો રેલમછેલ થઈ છે.

તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. કયા છે ગુજરાતમાં દા‚બંધીની કલમો માત્ર કાગળો પર છે. યુવાનોને નશામાં કેમ ધકેલાય રહ્યા છે. આના માટે કોણ જવાબદાર છે ? તે યક્ષ પ્રશ્ર્ન છે, પોતાની જીત નિશ્ચિત કરવા માટે લોકોને દા‚ કેમ પીરસવામાં આવી રહ્યું છે. તેવું ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે.