
દૃેવગઢ બારિયાના પ્રમુખ સામેઅવિશ્વાસ ના પ્રસ્તાવ મુદ્દેસિંગલ જજના આદૃેશ સામે હાઇકોર્ટની ડિવિઝન બેંચમાં અપીલ કરવામાં આવી છે. જે કેસમાં હવે ગુણદૃોષના આધારે ફેબ્રુઆરીમાં સુનાવણી હાથ ધરાશે.
આ કેસની હકીકત મુજબ દૃાહોદૃના દૃેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે સાતમી ઓક્ટોબર ૨૦૨૫ ની એજન્ડા નોટિસને પડકાર ફેંક્યો હતો. જેમાં પ્રમુખ સામે અવિશ્ર્વાસની દૃરખાસ્ત લાવવામાં આવી હતી. ૧૭મી ઓક્ટોબરના રોજ મેમ્બરોની મીટીંગ મળી હતી અને બહુમતીથી ઠરાવ પસાર થતા ધર્મેશ કલાલને પ્રમુખ પદૃેથી હટવું પડ્યું હતું. અરજદૃાર તરફે શિવાંગી પટેલ વર્સીસ સ્ટેટ ઓફ ગુજરાત અને નારીન જયસ્વાલના ચુકાદૃાઓ હાઇકોર્ટ સમક્ષ મુકાયા હતા. જેમાં ઠરાવવામાં આવ્યું છે કે પ્રમુખ પદૃે ચૂંટાયાના એક વર્ષમાં હોદ્દેદૃાર સામે અવિશ્ર્વાસની દૃરખાસ્ત લાવી શકાય નહીં. વર્તમાન અરજદૃાર પાંચમી માર્ચ, ૨૦૨૫ના રોજ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે ૧૭મી ઓક્ટોબરના રોજ તેમની સામે વિશ્ર્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. જેથી અરજદૃારે આ ઠરાવ પણ રદૃ કરવા માંગ કરી હતી. ૧૦મી નવેમ્બરના રોજ પ્રમુખ પદૃની ચૂંટણી યોજાઈ હતી. જેને પણ રદ કરવા માંગ કરાઈ હતી. જેમાં વર્તમાન અરજદૃાર હારી ગયા હતા. સામે પક્ષે રજૂઆત કરાઈ હતી કે નવા પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શ થઈ ચૂકી હોય ત્યારે તેની અંદૃર હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. જો કે હાઇકોર્ટે ૧૭મી ઓક્ટોબરના રોજ પ્રમુખને હટાવવાના ઠરાવને રદૃ કરી દૃીધો હતો.
છેલ્લી માહિતી મુજબ દૃેવગઢ બારિયા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ પદૃે ધર્મેશ કલાલ છે. ત્યારે િંસગલ જજના ચુકાદૃાને ડબલ જજની બેન્ચ સમક્ષ પડકારવામાં આવ્યો છે. અપીલકર્તાએ જણાવ્યું હતું કે અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થયા પછી ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધર્મેશ કલાલ હારી ગયા હતા. વળીસિંગલજજે છેલ્લી ચૂંટણીને રદબાતલ ઠેરવી નથી. હાઇકોર્ટે કહૃાું હતું કે િંસગલ જજે અવિશ્ર્વાસની દૃરખાસ્ત રદ્દ કરતા પહેલા જેવી પરિસ્થિતિ ફરી સ્થાપિત થઈ હતી. છેલ્લી ચૂંટણી એ માત્ર સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ હતી.
આમોદૃ તાલુકા પંચાયતમાં પણ પહેલા આવો જ ઘટનાક્રમ બન્યો હતો. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત એક વર્ષમાં લવાતાસિંગલ જજે તેને રદ્દ કરી નાખી હતી. તેની અપીલ પણ પેન્ડિંગ છે. લાર્જર બેન્ચ પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરી શકી નથી. ત્યારે હવે ફેબ્રુઆરી મહિનામાં ઉપરોક્ત બંને અપીલો ઉપર ડિવિઝન બેન્ચ ગુણદૃોષ ઉપર સુનાવણી કરશે.