
ટકોઈન હેરાફેરી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે. ઈડીએ મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ તેમજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સંબંધી સંજય કનુભાઈ કોટડિયાના રિમાન્ડ દૃરમિયાન મહત્ત્વના અને ચોંકાવનારા પુરાવા એકત્ર કર્યા છે. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડિંરગ એક્ટ હેઠળ તપાસ કરતાં તા. ૯-૧-૨૦૨૬ના રોજ પાંચ અલગ-અલગ સ્થળોએ દૃરોડા પાડ્યા હતા, જેમાં અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપકરણોની ફોરેન્સિક તપાસ દૃરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણ સંબંધિત દૃસ્તાવેજો મળી આવ્યા છે. ઉપરાંત ક્રિપ્ટો કરન્સી અને ભારતીય ચલણરૂપે કુલરૂ. ૧૯ કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝ્રૈંડ્ઢ ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે દૃરમિયાન એકપણ બિટકોઈન કબજે કરી શકાયું નહોતું. જ્યારે ઈડીએ અપહરણ બાદૃ બિટકોઈનની હેરાફેરી કયા ટથી કરવામાં આવી હતી તે અંગેના સ્પષ્ટ પુરાવા એકત્ર કરી કરોડોની મિલકતો ટાંચમાં લીધી છે.
સુરતમાં ૨૨૫૪ બિટકોઈન, ૧૧ હજાર લાઇટ કોઈન અને ૧૪.૫૦ કરોડ રોકડા અપહરણ કરીને પડાવી લેવાના મામલે સીઆઇડી ક્રાઈમ, સુરતમાં ફરિયાદૃ નોંધાઈ હતી. આ ફરિયાદૃના આધારે ઈડીેએ પીએમએલએ હેઠળ કેસ નોંધીને તપાસ શ કરી હતી.
રિમાન્ડ દૃરમિયાન બહાર આવ્યું છે કે શૈલેષ ભટ્ટે પડાવી લીધેલા બિટકોઈન પૈકી ૨૬૦ બિટકોઈન નિકુંજ ભટ્ટને આપ્યા હતા. ત્યારબાદૃ નિકુંજ ભટ્ટે ગુનાની રકમ છૂપાવવાના ઇરાદૃે સુનિલ રતિલાલ વાઘ નામના વ્યક્તિના દૃસ્તાવેજોનો દૃુરુપયોગ કરી બિનાન્સ એક્સચેન્જ પર એકાઉન્ટ ખોલ્યું હતું. ફોરેન્સિક એનાલિસિસમાં સ્પષ્ટ થયું છે કે આ એકાઉન્ટ સુનિલ વાઘે ક્યારેય સંચાલિત કર્યું નહોતું, પરંતુ નિકુંજ ભટ્ટે જ છુપા (સ્યુડોનીમ) ઈમેલ અને મોબાઇલ નંબર દ્વારા તેનો ઉપયોગ કર્યો હતો.
આ એકાઉન્ટમાં શૈલેષ ભટ્ટ પાસેથી મેળવેલા કુલ ૨૪૬ બિટકોઈન જમા કરવામાં આવ્યા હતા. બાદૃમાં શૈલેષ ભટ્ટના સૂચન અનુસાર નિકુંજ ભટ્ટે આશરે ૫૦.૬૭ લાખ યુએસડીટી મુંબઈના સંજય કોટડિયા નામના વ્યક્તિને ટ્રાન્સફર કર્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની હાલની બજાર િંકમત અંદૃાજે ૪૪ કરોડ થાય છે. આ ઉપરાંત ઈડીએ રિમાન્ડ દૃરમિયાન બિટકોઈનના હવાલા આંગડિયા મારફતે પાડવામાં આવ્યા હોવાના પણ મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.