દે.બારીઆ તાલુકામાં સરકારી શોૈચાલયોની કામગીરીમાં વ્યાપક ફરિયાદો

દે.બારીઆ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની યોજના અંતર્ગત શોૈચાલયની કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાની વ્યાપક ફરિયાદો બાદ આ યોજના અંતર્ગતની કામગીરીની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

સમગ્ર રાજયમાં સરકાર દ્વારા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખુલ્લી જગ્યામાં શોૈચક્રિયા માટે બહાર જવુ ન પડે તે માટે દરેક લાભાર્થને ‚.૧૨ હજારની રકમ શોૈચાલય બનાવવા ચુકવાઈ હતી. જે અંતર્ગત દે.બારીઆ પાલિકા વિસ્તારમાં અને દરેક ગામડામાં આવા શોૈચાલય બનાવવા કામગીરી શ‚ કરાઈ હતી. જે માટે કયાંક ખાનગી એજન્સી દ્વારા કામગીરી કરાઈ હતી. તો કયાંક ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ મારફતે કામગીરી કરાઈ હતી. જે માટે કયાંક તો માત્ર થોડી ધણી કામગીરી બતાવી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. દે.બારીઆ તાલુકામાં કયાંય સરકારના નિયમ મુજબનુ શોૈચાલય જોવા મળતુ નથી. ખાસ કરીને વધુ વસ્તીવાળા અંતેલા, કાળીડુંગરી, ‚વાબારી, પીપલોદ સહિત સાલિયા, તોયણી, મોટીઝરી, રેબારી, અસાયડી જેવા ગામોમાં કેટલાય શોૈચાલયોનુ નબળુ બાંધકામ હોય દરવાજા અને છત ઉપરના પતરા પણ કયાંક નીકળી ગયા છે. તાલુકાની દરેક ગ્રામ પંચાયત પાસે શોૈચાલયની કામગીરી બાબતેની સંપુર્ણ માહિતી તંત્ર દ્વારા મંગાવી તપાસ કરવા માંગ કરાઈ છે. તેમજ જે ગામમાં ખાનગી એજન્સી દ્વારા કામગીરી કરાઈ હોય અને કામગીરી હજુપણ અધુરી છે તે કામગીરી પુરી કરવા માટે પણ જવાબદાર તંત્ર દ્વારા કડક સુચના આપી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.