દે.બારીઆ તાલુકાની સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ત્રિકોણીય જંગ જામે તેમ તાલુકા પંચાયતની ૨૮ બેઠક ઉપર ૮૫ ઉમેદવાર જયારે જિલ્લા પંચાયતની ૬ બેઠક ઉપર ૨૦ ઉમેદવારો મેદાનમાં છે.
દે.બારીઆ તાલુકામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો તથા અનેક બેઠકો બિનહરીફ ન થતાં તાલુકામાં ત્રિકોણીય જંગ જામે તેમ છે. તાલુકાની ૨૮ બેઠકો ઉપર ૮૫ ઉમેદવારો અને જિલ્લા પંચાયતની ૬ બેઠકો ઉપર ૨૦ ઉમેદવારો મેદાનમાં છે. ગત ટર્મમાં કેટલીક તાલુકા પંચાયતની બેઠકો બિનહરીફ થઈ હતી. આ વખતે તાલુકાની એકપણ બેઠક બિનહરીફ ન થતાં ચુંટણીમાં ગરમાવો જોવા મળ્યો છે. ચેનપુર તાલુકા બેઠક ઉપરના કોંગ્રેસમાં ઉમેદવાર લલિતાબેન બળવંતભાઈ પટેલે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા સમયે આવી પોતાનુ ફોર્મ ખેંચી લીધુ છે. ત્યારે સ્થાનિક નેતાઓને કાર્યકરો વચ્ચે તુ…તુ…મે…મે…થઈ હતી. આ બેઠક ઉપર હવે ભાજપ અને આમ આદમી વચ્ચે સીધો જંગ જોવા મળ્યો છે.