દાહોદ શહેરમાં એસ.આઈ.આર.નીકામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ધણા છબરડા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ગત ચુંટણીઓમાં મતદાન કરનારા કેટલાકના નામ ઉડી ગયા છે. તો રેલ્વે લાઈનની નજીક આખાયે વિસ્તારના નામો 2002ની યાદીમાં જોવા ન મળતા તમામ મતદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સમગ્ર ગુજરાતમાં એસ.આઈ.આર.નીકામગીરીમાં બી.એલ.ઓ.વ્યસ્ત છે. અને ધણે ઠેકાણે આવા કર્મચારીઓની તબિયત લથડવાથી માંડીને હાર્ટ એટેક કે આત્મહત્યા સુધીની ધટનાઓ બની રહી છે. દાહોદ શહેરમાં પણ ચુંટણી કર્મચારીઓ દિવસ-રાત એક કરીને કામગીરી કરી રહ્યા છે. અને વિવિધ રાજકિય પક્ષના કાર્યકરો પણ તેમની સાથે ખભેથી ખભા મીલાવીને જેમ બને તેમ મતદારોના ફોર્મ સવેળા ભરીને રજુ કરવામાં જોતરાયેલા છે. રવિવાર તા.23 નવેમ્બરના રોજ બુથ પર જઈને ફોર્મ મેળવીને અથવા તો ભરીને ચુંટણી કર્મચારીઓને પરત આપવાનો અંતિમ દિવસ છે. ત્યારે દાહોદ શહેરમાં કેટલાક મતદારો કેટલાય દિવસથી ધાંધા થઈને ફરે છે. કારણ કે તેમને છેલ્લી ચુંટણીઓમાં મતદાન કર્યુ હોવા છતાં તેમન નામ હાલની યાદીમાં મળતા નથી. ધણા કિસ્સાઓમાં જ બુથ પર મતદાન કરતા હોવા છતાં બીજા વિસ્તારોમાં નામ નીકળતા હોવાનુ પણ સામે આવ્યુ છે. ત્યારે આખાને આખા વિસ્તારના નામ જ 2002ની યાદીમાં શોધે જડતા જ નથી. તેવા આશરે દોઢ હજાર મતદારોને રઝળી પડવાનુ ઉભુ થયુ છે. જેમાં રેલ્વે લાઈનની આ તરફના સિગ્નલ ફળિયા, પણદા ફળિયા, હાલનુ ડામોર ફળિયા અને જીઆઈડીસી વિસ્તારના મતદારોના નામ 2002ની યાદીમાંથી ગુમ થઈ ગયેલા હોવાની ફરિયાદ ઉભી થઈ છે. આવા મતદારો પાસે તેમના ચુંટણી ઓળખકાર્ડ પણ હયાત હોવા છતાં તેમના નામ ન મળતા હોવાથી તેમના નામ યાદીમાંથી બહાર થઈ જવાની દહેશત ઉભી થઈ છે. આશ્ર્ચર્યની બાબત તો એ છે કે, આ વિસ્તારમાંથી ભુતકાળમાં નગરપાલિકાની ચુંટણીઓ લડ્યાર હોય તેવા મતદારોના નામ પણ શોધે જડતા ન હોવાની ગંભીર ક્ષતિ ઘ્યાને આવી છે. ત્યારે હવે અંતિમ દિવસમાં આવા મતદારોનુ શુ થશે તે એક પ્રશ્ર્ન ઉભો થયો છે.