
ભારે પવન સાથેના માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી : મકાઈ-ચણાના તૈયાર પાક પર સંકટ.
દાહોદ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે, તેવા સમયે આજે વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દાહોદ શહેર સહિત જીલ્લાના લીમડી, લીમખેડા, ઝાલોદ, સિંગવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી અને તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સતત બીજા દિવસે પડેલા આ માવઠાને કારણે સમગ્ર જીલ્લામાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત આર્થિક પાયમાલીના ડરથી ભારે ફાફડાટ અનુભવી રહ્યો છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસાની ઋતુના અંતિમ તબક્કામાં પડેલા ભારે વરસાદને કારણે જીલ્લાના ખેડૂતોનો તૈયાર થયેલો ડાંગરનો પાક -ખેતરોમાં જ સડી ગયો હતો. ખેડૂર્તાએ એ મોટું નુકસાન વેઠીને, દેવું કરીને પણ માંડ માંડ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. હવે જ્યારે ખેતરોમાં ઘઉં, ચણા અને મકાઈનો પાક લણવાની અણી પર છે, ત્યારે જ કુદરતે ફરી કહેર વર્તાવ્યો છે. ખેડૂતોના મોં સુધી આવેલો કોળીયો છીનવાઈ જવાની ભીતિ વચ્ચે ગ્રામ્ય પંથકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ આકાશમાં ગાજવીજ અને ફૂંકાતા ભારે પવન સાથે કમોસમના વરસાદી ઝાપટા શ થઈ ગયા હતા. પવનનું જોર વધારે હોવાને કારણે ખેતરોમાં તૈયાર થયેલો મકાઈ અને ઘઉંનો ઊભો પાક જમીન પર ઢળી પડે તેવી શક્યતાઓના કારણે પાક જમીન દોસ્ત થઈ જાય તો અનાજનો દાણો કાળો પડી જવાની અને તેમાં ફૂગ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતોની મહિનાઓની મહેનત અને મોંઘા ભાવના બિયારણ-ખાતરનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જીલ્લામાં ખાસ કરીને ઝાલોદ અને સિંગવડ પંથકમાં ચણાનું વાવેતર! કરતા ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલી માં મુકાયા છે. ચણાનો પાક અત્યારે લણણી માટે તૈયાર છે. ત્યારે જ કામો સમય વરસાદ ખાબકતા છોડ પર બેઠેલા ચણામાં ભેજ લાગવાથી તે બગડી શકે તેમ છે. જો પાકમાં ભેજ ! ઉતરી જશે, તો બજારમાં તેનો યોગ્ય ભાવ પણ નહીં મળે. જેને લીધે ખેડૂતોને બેવડો આર્થિક ફટકો પડવો નક્કી છે..