દાહોદમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ (આઈસીડીએસ)હેઠળ આંગણવાડી કેન્દ્રોની કામગીરીમાં સુધારો લાવવા માટે બેઠકોનુ આયોજન કરાયુ હતુ. આંગણવાડીની નિયમિત વિઝીટ, પુર્વ પ્રા.શિક્ષણનુ અમલીકરણ, કુપોષણ નિવારણ અને આંગણવાડી કેન્દ્રો નિયમિત પણે ખુલે તે સુનિશ્ર્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. તેમણે ફિલ્ડ વર્કમાં પડતી સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરી અને તમામ મુખ્ય સેવિકાઓને કામગીરી સમયસર પુર્ણ કરવા માટે ભાર પુર્વક સુચના આપી હતી. જો કામગીરી સંતોષકારક નહિ જણાય તો કર્મીને ફરજ મુકત કરવા અંગે અગાઉથી જાણ કરવામાં આવશે. વધુમાં તેમણે ચેતવણી આપી હતી કે, જો કામગીરીમાં બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.