દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળની તમામ કામગીરી હાલમાં સંપુર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. ગ્રામિણ વિસ્તારોમાં રોજગારીના કામો અટવાઈ જતાં ગરીબ અને શ્રમજીવી વર્ગ માટે મુશ્કેલી ઉભી થઈ છે. આ પરિસ્થિતિનુ મુખ્ય કારણ અગાઉ થયેલા કોૈભાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલી અત્યંત આકરી ટેન્ડર શરતો છે.
અગાઉ ધાનપુર અને દે.બારીઆ તાલુકાઓમાં મનરેગા હેઠળના કામોમાં મોટુ કોૈભાંડ સામે આવ્યુ હતુ. જેમાં એલ-1 સિવાયની એજન્સીઓને પણ ગેરકાયદેસર રીતે મોટી રકમ મહત્તમ એજન્સીઓની કોન્ટ્રાકટ અવધિ પુર્ણ થઈ ગઈ છે. જેના કારણે નવી એજન્સીઓની નિમણુંક અનિવાર્ય બની છે. મનરેગાના કામો ફરી શરૂ કરવા માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા નવી એજન્સીઓની નિમણુંક માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જોકે વહીવટી તંત્રે ટેન્ડરની શરતોમાં ધરખમ ફેરફાર કરીને તેને અત્યંત આકરી બનાવી દીધી છે. કડક નિયમોને કારણે જિલ્લાની એકપણ એજન્સી ટેન્ડર ભરવા માટે તૈયાર નથી. સ્થિતિ એ છે કે, જિલ્લાના દરેક તાલુકામાં નવી એજન્સીઓની નિમણુંક માટે એક-બે નહિ પરંતુ 5ાંચ-પાંચ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આટલા પ્રયાસો છતાં એકપણ એજન્સી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. એજન્સીઓ માટેની સોૈથી મોટી અને ગળે ન ઉતરે તેવી શરત છે તે ટેન્ડર કોસ્ટના 3 ટકા જેટલી જંગી રકમ ડિપોઝીટ તરીબે બીડ સાથે જમાં કરાવવાની છે. જેની રકમ ટેન્ડરની રકમ પ્રમાણે 21 લાખથી માંડીને 97 લાખ સુધી છે. આ ડિપોઝીટની રકમ એટલી મોટી છે કે, તે એજન્સીઓની મુડીને બ્લોક કરી દે છે. આ સાથે જ જો કોન્ટ્રાકટ મળે અને એજન્સી કામ ન લે તો આ રકમ જપ્ત થઈ શકે તેવી કડક શરત પણ મુકવામાં આવી છે. વળી ટેન્ડર ફોર્મની ફી પણ રૂ.15,000 થી 18,000 જેટલી ઉંચી અને નોન રિફંડેબલ રાખવામાં આવી છે. આકરી શરતો અને મોટો નાણાંકિય જોખમ જોતા એજન્સીઓ મનરેગાના કામોથી દુર ભાગી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. દરમિયાન મનરેગાના કામોની ટેન્ડર કોસ્ટ વધી જતાં એજન્સીઓ પણ ટેન્ડર ભરવા આગળ આવતી નથી.