દાહોદના ભીંટોડી ગામ પાસે બાઈક પર બેઠેલ ઈસમોએ ક્રુઝર ગાડી ઉપર હુમલો કરતાં ફરિયાદ

ઉચવાણીયા ગામના ઈસમોની ક્રુઝર ગાડી પર હુમલો: એકને નુકસાન ઈજા: ક્રુઝર ગાડીને ગા ભાઈઓએ પોતાની મોટરસાયકલ પર આવી જોગાભાઈ ની છોકરી પરણાવ્યા બાદ છોકરીને તેના સાસરે ન મોકલતા સર્જાયેલા વિવાદો વચ્ચે ગઈકાલે દાહોદથી ઉચવાણીયા જવા નીકળેલા છોકરી પક્ષના માણસોની ક્રુઝર ગાડીને ભીટોડી ગામે અમદાવાદ ઈન્દોર હાઇવે પર રોકી છૂટ્ટો પથ્થર મારી તથા ગડદાપાટુનો માર મારી તથા ગાડી પર છુટ્ટા પથ્થરો મારી ક્રુઝર ગાડીને નુકસાન પહોંચાડ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

વિગત અનુસાર દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે હુમાલ ફળિયામાં રહેતા જોગાભાઈ ગમીરભાઈ ભુરીયા તથા તેમની સાથેના અન્ય માણસો બે દિવસ અગાઉ તારીખ ૨૩-૦૩-૨૦૨૬ ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના સમારે ક્રુઝર ગાડીમાં બેસી દાહોદથી ઉચવાણીયા ગામે જવા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલ દાહોદ તાલુકાના ભીટોડી ગામે રોડ પર મોટર સાયકલ લઈને આવેલા ભીટોડી ગામના ડામોર પરિવારના રાજેન્દ્રભાઈ દિલીપભાઈ, અજય ભાઈ દિલીપભાઈ તેમજ રણજીતભાઈ દિલીપભાઈ એમ ત્રણેય ભુરીયાની ક્રુઝર ગાડી રોડ પર ઉભી રખાવી, બેફામ ગાળો બોલી, તમારી છોકરીને કેમ મોકલતા નથી? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્રભાઈ દિલીપભાઈ ડામોરે જોગાભાઈ ગમિરભાઈ ભુરીયાને માથામાં છૂટો પથ્થર મારી માથું લોહી લુહાણ કરી ઇજા પહોંચાડી હતી તેમજ અજયભાઈ દિલીપભાઈ ડામોર તથા રણજીતભાઈ દિલીપભાઈ ડામોરે જોગાભાઈ ભુરિયાને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. જયારે રાજેન્દ્રભાઈ ડામોરે છૂટ્ટા પથ્થરો મારી ક્રુઝર ગાડીને નુકસાન પહોંચાડયું હતું.

આ સંબંધે ઉચ વાણીયા ગામના ઈજાગ્રસ્ત જોગાભાઈ ગમીરભાઇ ભુરીયાએ ક્તવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ક્તવારા પોલીસે આ મામલે ભીટોડી ગામના રાજેન્દ્રભાઈ દિલીપભાઈ ડામોર, અજયભાઈ દિલીપભાઈ ડામોર તથા રણજીતભાઈ દિલીપભાઈ ડામોર વિ‚દ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની ક્લમ ૧૧૫(૧),૧૨૫(૧), ૩૫૧,૫૪, ૩૨૪(૪) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે