દે.બારિયા તાલુકાના રેબારી ગામે હોળી ફળિયાની ઘટના

ભણવા બાબતે માતાએ કરેલ ટકોર ને કારણે ૧૭ વર્ષીય કિશારીએ કુવામાં પડતું મૂકી મોત વ્હાલું કર્યું.

દેવગઢ બારીયાના રેબારી ગામે હોળી ફળિયામાં બનેલી એક દુ:ખદ ઘટનામાં ભણવા બાબતે માતાએ ટકોર કરતા ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીએ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ઘરની પાછળ આવેલ કૂવામાં પડતું મૂકી મોત વ્હાલું કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા સુશુકા દિપલોડ એવશ્ર્વ વિસ્તારમાં રેબારી હોળી ફળિયામાં રહેતા ભોપતભાઈ દલુભાઈ બારીયાની ગત અઠવાડિયે પીપલોદ રેબારી ગામે ગઈ હતી. ભોપતભાઈ બારીયાના ગામ બે મકાનો હોઈ તે પૈકીના જુના ઘરે પુષ્પાબેન ગઈ હતી અને મોબાઈલમાં ચાર્જિંગ કરતા તેની માતાએ જોઈ લેતા તેની માતાએ ભણવા બાબતે ટકોર કરી હતી. જેથી તેણીને મનમાં લાગી આવતાં ગત ૧૮-૦૩-૨૦૨૬ નારોજ સાંજના સાડા સાત વાગ્યાના સમારે કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી હતી અને તેના ઘરની પાછળના ભાગે આવેલ કુવામાં પડતું મુકતા મોત નિપજ્યું હતું. જેની લાશ ઘરના પાછળના ભાગે આવેલ કુવામાંથી મળી આવી હતી.

આ સંબંધે મરણ ના પિતા દલુભાઈ બારીયાએ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા પોલીસે આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.