
દાહોદ શહેરમાં રેલવેની કનેક્ટિવિટી સારી છે સાથે અહીંયા રેલવેનું મસ મોટું કારખાનું છે, તો સાથે આવનારા દિવસોમાં નવી રેલ લાઈનો ના નવા જોડાણ પણ થનાર છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ રીતે ચલાવાતી સાપ્તાહિક આઠ જેટલી ટ્રેનની મુદત વધારવામાં આવી છે. આ ટ્રેનોની મુદત વધતા તેનો લાભ મુસાફરોને થશે તે ચોક્કસ વાત છે. પશ્ચિમ રેલવે દ્વારા જણાવાર્યા અનુસાર બાંદ્રા ટર્મિનસથી અજમેર પ્રતિ સોમવાર ચાલતી ટ્રેન ની મુદ્દત તારીખ ૨૭ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. અજમેર થી બાંદ્રા ટર્મિનસ ટ્રેન પ્રતિ રવિવાર ચાલે છે, તે ૨૬ એપ્રિલ સુધી, બાંદ્રા ટર્મિનસ થી ભગત કી કોઠી પ્રત્યેક રવિવાર ચાલે છે. તેની ૧૨ જુલાઈ સુધી મુદ્દત લંબાઈ છે, ભગત કી કોઠી થી બાંદ્રા ટર્મિનસ પ્રત્યેક શનિવારે ચાલે છે, જેને ૧૨ જુલાઈ સુધી લંબાવી છે. બાંદ્રા ટર્મિનસ થી જયપુર ટ્રેન પ્રત્યેક સોમવારે ચાલે છે, તેને ૧૩ જુલાઈ સુધી લંબાવી છે. જયપુર થી બાંદ્રા ટર્મિનલ ટ્રેન પ્રત્યેક રવિવાર ચાલે છે, તેને ૧૨ જુલાઈ સુધી લેખાવી છે, તે રીતે વલસાડ થી હિસાર ટ્રેન પ્રત્યેક ગુવારે ચાલે છે, તેને ૧૯ જુલાઈ સુધી અને હિંસાર થી વલસાડ પ્રત્યેક બુધવારે ચાલે છે, તેને ૧૫ જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. આ ચાર જોડી ટ્રેનોની મુદતમાં પશ્ચિમ રેલવે દ્વારા વધારો કરાતા તેનો લાભ મોટી સંખ્યામાં મુસાફરનો થશે.