દાહોદમાં ઢોર અને કુતરા મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદન દાહોદમાં પાછલા ૧૬ દિવસ થી કોંગ્રેસ દ્વારા પાલિકા ચોકમાં ધરણા કરાઈ રહ્યા છે

દાહોદ શહેરની જુની પાલિકા ચોકમાં પાછલા ૧૬ દિવસથી જીલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા શહેરમાં રખડતા ઢોર કુતરા સહિતના મુદ્દે ધરણા કરવામાં આવી રહ્યા છે અને શહેરની આ સમસ્યાનો ત્વરિત નિકાલ કરવા માંગ કરી રહ્યા છે, પરંતુ ૧૬ દિવસ થયા છતાં કોઈ કામગીરી ન થતા જીલ્લા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. દાહોદ શહેરમાં રખડતા ઢોર અને કુતરાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેથી શહેરીજનો જીવ બચી શકે આ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એના ઉપર કોઈ કામગીરી કરવામાં આવી નથી. જયાં સુધી આ શહેરની સમસ્યાનો અંત ન આવે ત્યાં સુધી અમે પાલિકા ચોકમાં વિરોધ પ્રગટ કરીશું અને જો નિકાલ ન જ આવે તો અમે આમરણાંત ઉપવાસ પણ કરીશું, તેવી ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. દાહોદના પ્રાંત અધિકારી અને વહીવટના તેમજ મામલતદારને આવેદન આપતી વેળા જીલ્લા પ્રમુખ પ્રમુખ હર્ષદભાઈ નીનામા શહેર પ્રમુખ આશિફ ભાઈ સૈયદ શહીત પાર્ટીના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.