દાહોદ જિલ્લો નરેગા કોૈભાંડ મામલે આખાયે રાજયમાં પંકાઈ ગયેલો છે. તેવા સમયે જિલ્લામાં સામુહિક કુવાના કામ અટવાઈ પડ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારે હવે આ લક્ષ્યાંક પુર્ણ કરવા મશીનરી જરૂર હોય તો તેની પણ માહિતી માંગી હતી. તેમ છતાં લક્ષ્યાંક સિદ્ધ ન થતાં હવે જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠક ફકત આ મુદ્દે બોલાવતા ચર્ચાનો વિષય બન્યો છે.
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોના કોૈભાંડ બાદ વિકાસના કામો અને સ્થાનિક રોજગારી માટે સંકટ ઉભુ થયુ છે. મનરેગા યોજનામાં કેટલાય વિકાસ વિકાસ કામો શકાતા હોવા છતાં જિલ્લામાં મનરેગા યોજનામાં માત્ર હજારો સામુહિક કુવાના કામોને જ મંજુર કરવામાંઆવતા હવે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. કર્મચારી આલમમાં માત્રને માત્ર કુવાના લક્ષ્યાંક માટે જ બદલીઓ કરવામાં આવે છે. તેમજ કોન્ટ્રાકટયુઅલ કર્મચારીઓને નોટિસો આપીને કે છુટા કરવાની ચિમકી આપવામાં આવે છે. તેમ છતાં કુવાના કામોમાં પાણી આવતુ નથી. થોડા સમય પહેલા જ 15 થી 30 ફુટ ઉંડા કુવામાં કયાં કેટલી મશીનરી જોઈએ તેની માહિતી ઓન પેપર મંગાવવામાં આવી હતી. ત્યારે હવે જિલ્લામાં ધણે ઠેકાણે મશીનરીનો ઉપયોગ કરી કુવા ખોદવામાં આવી રહ્યા છે. અને જવાબદારો દ્વારા જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હાલ સોૈથી મોટી સમસ્યા એ ઉભીથઈ છે કે, ખેતરોમાં રવિ પાક માટે ધઉં અને ચણાનુ વાવેતર કરવામાં આવ્યુ હોવાથી મશીનો પણ જઈ શકતા નથી. જેથી માનવ ઉત્પનન દિવસ પણ ધટી રહ્યા હોવાથી હવે ચિંતાનો વિષય ઉભો થયો છે. જેથી જિલ્લા વિકાસ અધિકારીએ ફકત કુવાના કામોની પ્રગતિની ચર્ચા કરવા એક બેઠક આ સપ્તાહમાં જ બોલાવી છે.