છોટાઉદેપુરના બોડેલી, કદવાલ અને પાવીજેતપુરની બેઠકોની જાહેરાત ન કરાતા ચુંટણી લડવા ઈચ્છતાં ઉમેદવારો મુંઝાયા

બોડેલી તાલુકામાં નગરપાલિકા બનતા તાલુકા પંચાયતની સીટો ધટશે. જયારે પાવીજેતપુર તાલુકામાં અત્યાર સુધી 22 બેઠકો હતી. જયારે કદવાલ તાલુકો નવો બનતા ત્યાં તાલુકા પંચાયતની બોડી બનશે. જેનાથી પાવીજેતપુર તાલુકા પંચાયતમાંથી બેઠકો ઓછી કરવામાં આવશે. જેના માટે હાલ તંત્ર દ્વારા વિભાજન કરવામાં આવી રહ્યુ છે.

છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકા નસવાડી, છોટાઉદેપુર, અને કવાંટ તાલુકા પંચાયતની ચુંટણી માટેની બેઠકો જાતિ વાઈઝ જાહેર કરી દેવામાં આવી છે. જયારે બોડેલી તાલુકામાં પ્રથમ નગરપાલિકા જાહેર થતાં નગરપાલિકાના મતદારોએ તાલુકા પંચાયતની બેઠકમાં મતદાન કરી શકતા નથી. જેને લઈને બોડેલી તાલુકા પંચાયતની બેઠકોમાં ધટાડો આવનાર છે. જયારે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાનો સાતો તાલુકો કદવાલ જાહેર કર્યો હતો. કદવાલ તાલુકામાં 46 ગામો ફાળવવામાં આવ્યા છે. જયારે કદવાલ તાલુકામાં 16 બેઠકો તાલુકા પંચાયતની બનાવવામાં આવશે. જયારે પાવીજેતપુર તાલુકામાંથી કદવાલ તાલુકો છુટો પડતા હવે 18 બેઠકોનુ સંખ્યાબળ થશે. પહેલા 22 બેઠકો તાલુકા પંચાયતમાં હતી. જયારે હવે ઓછી બેઠકો થતાં નવુ વિભાજન થતાં તંત્ર તેની તૈયારીઓમાં લાગ્યુ છે.જયારે ત્રણ તાલુકાની બેઠકો જાતિ વાઈઝ સમીકરણમાં જાહેરાત ન થતાં ચુંટણી લડવા થનગનતા ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે. જયારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, છોટાઉદેપુર અને કવાંટ ત્રણ તાલુકામાં બેઠકો જાહેર થતાં હવે ટિકીટ મેળવવા માટે ચુંટણી લડવા થનગનતા ઉમેદવારો ગોડફાધરની શરણે પહોંચ્યા છે.