દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાના કારઠ રોડ ઉપર આવેલી એક ફાયનાન્સ લિ.ની ઓફિસમાંથી એક સપ્તાહ પહેલા રૂ.1,99,848/-ની ચોરીની ધટના બની હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ચોરીના રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યો હતો.
ગત તા.25મી નવેમ્બરે ગોવિંદ ગુરૂ લીમડી તાલુકામાં કારઠ રોડ ઉપર આવેલ ફ્યુઝન ફાયનાન્સ લિ.ની ઓફિસમાં અજાણ્યા ચોર ઈસમોએ ઓફિસનુ તાળુ તોડી ઓફિસમાં મુકી રાખેલ ફાયનાન્સ કં5નીના રિકવરના રોકડા રૂ.1,99,848/-ની ચોરી કરી અત્યારે ચોર ઈસમો ફરાર થઈ ગયા હતા. આ ધટનાને પગલે નોંધાયેલી ફરિયાદના આધારે ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં લઈ ગોવિંદ ગુરૂ લીમડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે ઝાલોદ ડીવીઝન તેમની દેખરેખ હેઠળ લીમડી પોલીસની અલગ અલગ ટીમોએ 30 જેટલા સીસીટીવી ફુટેજ, ટેક્નિકલ સર્વેલન્સતથા હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે તપાસ આગળ વધારી હતી. જેમાં ફ્યુઝન ફાયનાન્સના વર્તમાન તથા ભુતપુર્વ કર્મચારીઓની પુછપરથી મળેલી માહિતીના આધારે આરોપી આતીષભાઈ સમસુભાઈ ભુરીયા(રહે.રૂપાખેડા, સરપંચ ફળિયુ તા.ગોવિંદ ગુરૂ લીમડી, જિ.દાહોદ)નેચોરીમાં ગયેલ રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સંબંધે ગોવિંદ ગુરૂ લીમડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.