
જમીન સંપાદન અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને આગેવાનોની કલેક્ટર સમક્ષ રજૂઆત | પાંચેય પરિયોજનાઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણની ખાતરી
દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓને લઈને ગ્રામજનો દ્વારા ચાલી રહેલી રજૂઆતો વચ્ચે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પાંચેય પરિયોજનાઓના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનો દ્વારા GIDC, દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવે, નવી રેલવે લાઈન, ડોમેસ્ટિક એરપોર્ટ તેમજ દહેગામથી ઠુંઠીકંકાશિયા સુધીના ફોરલેન હાઈવે સહિતની પાંચ પરિયોજનાઓને લઈને જમીન સંપાદન તેમજ અન્ય વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતીજમીન સંપાદન સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરાયા
ગ્રામજનોના જણાવ્યા મુજબ વિકાસના કામો માટે આદિવાસી ખેડૂતોની જમીન સંપાદન થવાના મુદ્દે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. આ ઉપરાંત પરિયોજનાઓના કારણે ઉભી થયેલી વિવિધ સમસ્યાઓ અંગે પણ અગાઉથી રજૂઆતો કરવામાં આવી રહી છે.ખાસ કરીને દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરી શરૂ થયા બાદ છેલ્લા પાંચ વર્ષથી ગ્રામજનો દ્વારા રસ્તા, નાળા, પીવાનું પાણી, ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા, વીજળી અને સ્મશાન સહિતની મૂળભૂત સુવિધાઓ અંગે રજૂઆતો કરવામાં આવી છે.
કલેક્ટર સમક્ષ સમસ્યાઓ અંગે ચર્ચાબેઠક દરમિયાન પાંચેય પરિયોજનાઓ સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા પોતાની સમસ્યાઓ અને માંગણીઓ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળીને જિલ્લા કલેક્ટરે સંબંધિત સંકલન અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા તથા જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂ કરાયેલી સમસ્યાઓનું શક્ય તેટલું વહેલી તકે નિરાકરણ લાવવા અંગે ખાતરી આપવામાં આવી હતી.
હવે વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે કરવામાં આવતી કાર્યવાહી અને તેના પરિણામો તરફ ગ્રામજનોનું ધ્યાન કેન્દ્રિત થયું છે.