ઓકટો-નવેમ્બરમાં પડેલા કમોસમી વરસાદથી દાહોદ જિલ્લના ખેડુતોના પાકોને વ્યાપક નુકસાન થયુ હતુ. ખાસ કરીને મકાઈ, ડાંગર, સોયાબીન જેવા પાકોને ભારે અસર થતાં ખેડુતોની આર્થિક સ્થિત કફોડી બની હતી. પેકેજ અંતર્ગત ખેડુતોને સહાય ચુકવાની પ્રક્રિયા હાલમાં પુરજોશમાં ચાલી રહી છે.
દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ 698 ગામોમાં 55 હજાર હેકટરનો સર્વે થયો હતો. તેની સામે નુકસાનના વળતર માટે ખેડુતો દ્વારા 70,536 અરજીઓ કરાઈ હતી. અરજીઓ સાથેના સાધનિક કાગળોની તપાસની પુરજોશમાં ચાલી હોવાથી 11,955 મંજુર કરી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સહાય મેળવવા માટે ખેડુતો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. વહીવટી તંત્રના આંકડા મુજબ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 70,536 ખેડુતોએ સહાય મેળવવા માટે અરજીઓ કરી છે. આટલી મોટી સંખ્યામાં આવેલ અરજીઓની ચકાસણી અને ખરાઈની કામગીરી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુર્ણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 11,955 અરજીઓના લાભાર્થી ખેડુતોને 6 કરોડ 87 લાખની સહાય ચુકવાઈ છે.