દે.બારીઆના જકાતનાકા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ નજીક જીવંત વીજ વાયર તુટી પડવાથી નીચે ધાસ ચરી રહેલા એક બળદનુ મોત નીપજયું હતુ. જીવંત વીજ વાયર અચાનક તુટી પડ્યો હતો. જે સીધો બળદ પર પડતા બળદ ઉછળ્યો હતો. જોકે ઉછળીને ફરી એ જ વીજ વાયર પર પડ્યો હતો. જેથી તરફડીયા ખાવા લાગ્યો હતો. અને તેનુ મોત નીપજયું હતુ. નજીકમાં આવેલી કામધેનુ ગોૈશાળાના સેવકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે સોૈપ્રથમ એમજીવીસીએલની સ્થાનિક ઓફિસને જાણ કરી હતી. સ્થાનિક ઓફિસે માત્ર પાવર સપ્લાય બંધ કર્યો હતો. પરંતુ તુટી પડેલા વીજ વાયરને તાત્કાલિક ત્યાંથી હટાવવાની કામગીરી કરી ન હતી.