–નો મેપિંગના 72,488 મતદારોને છેલ્લે સુધી યોગ્ય પુરાવા રજુ કરવા નોટિસ અપાશે
પંચમહાલમાં 13.48 લાખ મતદારમાંથી 13.21 લાખ મતદારોની કામગીરી પુર્ણ કરી ડિઝીટાઈઝેશનની 98 ટકા કામગીરી થઈ છે. એસ.આઈ.આર.ની કામગીરીમાં 5 વિધાનસભામાંથી 48,117 મૃતક મતદારો મળ્યા છે. જયારે ડબલ નામવાળા 6,394 મતદારો, શિફટ થયેલ 48,388 મતદારો સહિત કુલ 1.12 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી નામ હટી શકે છે. નો મેપિંગવાળા મતદારોના નામ શોધવા તથા પુરાવા એકત્રિત કરાશે. છેલ્લા નો મેપિંગ મતદારોને નોટિસ આપી પુરાવા સાથે હાજર રહેવા જણાવાશે. ત્યારે 1.12 લાખ મતદારોના નામ કમી થશે તો 12.36 મતદાર રહેવાની શકયતા છે.
પંચમહાલના મતદાર યાદી સુધારણામાં 1479 બી.એલ.ઓ.સાથે સહાયક મુકતા એસ.આઈ.આર.ની કામગીરી ઝડપી બનતા કુલ 13,48,847 મતદારોમાંથી 12,08,971 ફોર્મ અપલોડ કરતા 90 ટકા કામગીરી પુર્ણ કરી છે. જયારે બીજી બાજુ બી.એલ.ઓ.ધરે ધરે એસ.આઈ.આર.ના ર્ફોમ લેવા જતા જિલ્લાની 5 વિધાનસભામાંથી 48,388 મતદારો અને અન્ય જગ્યાએ શિફટ થયા છે. બી.એલ.ઓ.ની કામગીરીમાં 6,394 મતદારોના નામ ડબલ મળ્યા છે. જયારે 869 મતદારોએ અન્ય કારણોસર કે પછી એસ.આઈ.આર.ના ફોર્મ ભર્યા નથી. આમ કુલ 13.48 ટકા મતદારોની માહિતીના આધારે ડિઝીટાઈઝેશનનુ કામ 98 ટકા પુર્ણ થઈ ગયુ છે. એસ.આઈ.આર.ની કામગીરીમાં કુલ 1.12 લાખ મતદારો મૃતક, શિફટ, ગેરહાજર, ડબલ નામવાળા હોવાથી આવા 1.12 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટી શકે છે. જયારે જિલ્લામાં નો મેપિંગનો આંકડો 4 ડિસેમ્બર સુધી 72,488 છે. આ નો મેપિંગવાળા મતદારોને છેલ્લે ચુંટણી વિભાગ નોટિસ આપીને પુરાવા સાથે હાજર રહેવાનુ કહેશે. અને તેમાં પુરાવા યોગ્ય નહિ આવે તો નો મેપિંગમાંથી આધાર-પુરાવા નહિ આપનાર મતદારોના નામ કમી થઈ શકે છે.