
દાહોદ કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટરશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોની બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન પ્રાયોજના વહીવટદારશ્રી પ્રતિક જૈન, નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા, રોડ સેફટી કમિટી મિટિંગ, જિલ્લા માર્ગ સલામતી સમિતિ, ધાર્મિક દબાણ, વન અધિકાર અધિનિયમ-૨૦૦૬, મહેસુલી અધીકારીશ્રીઓની માસિક બેઠક તેમજ પી.એમ.પોષણ યોજના જેવા વિભાગો અંતર્ગત ચર્ચા કરી સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં પેન્ડીંગ કેસો, ફેટલ અકસ્માત, હેલ્મેટ પહેરવા અંગે લોકોને જાગૃત કરવા, વન અધિકાર અધિનિયમ હેઠળ અમલનું માળખું અને પ્રક્રિયા, મંજુર/નામંજૂર થયેલ દાવાઓની વિગત, દાવા નામંજૂર કરવાના કારણો, મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ મંજુર થયેલ કામોની વિગત, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, બી.એસ.એન.એલ. તેમજ જી.આઈ.ડી.સી. ને ફાળવવાની થતી જમીનની વિગત, ઈ-ધરા પેંડન્સી, સીટી સર્વે તેમજ પી.એમ.પોષણ યોજના હેઠળ નોંધાયેલ/હાજર/લાભાર્થી બાળકોની વિગતો અંગે સંબધિત અધિકારીશ્રીઓ દ્વારા પીપીટી થકી માહિતી રજુ કરવામાં આવી હતી. જે અન્વયે કલેકટરશ્રીએ તમામ સંબંધિત વિભાગોની માહિતી મેળવી કામગીરી અંગે ચર્ચા – સમિક્ષા કરીને જરૂરી માર્ગદર્શન સહિત સુચના આપીને સમયસર પેંડન્સી ક્લીઅર કરવા જણાવ્યું હતું.

