
છોટાઉદેપુર જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેના પગલે બોડેલી સહિત સમગ્ર જીલ્લામાં ભારે વરસાદી માહોલ છવાયો છે. બોડેલીમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.
ગઈ રાત્રે બોડેલીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આજે બપોર બાદ ફરીથી કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ધોધમાર વરસાદ શ થયો હતો. વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા થતાં વાતાવરણમાં અંધકાર છવાઈ ગયો હતો.
ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દિવસ દરમિયાન પણ દૃશ્યતામાં ઘટાડો થતાં વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી, જેનાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ જરી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.